મોરબીના સરદારબાગ હેડવર્કસથી પાણી વિતરણ માટે નવુ નેટવર્ક ઊભું કરવા ૨૧.૧૪ કરોડનું કામ મંજૂર
SHARE








મોરબીના સરદારબાગ હેડવર્કસથી પાણી વિતરણ માટે નવુ નેટવર્ક ઊભું કરવા ૨૧.૧૪ કરોડનું કામ મંજૂર
મોરબી મહાપાલિકા દ્વારા શહેરમાં સરદારબાગ હેડવર્કસથી જે પીવા માટેની પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં ફેરફાર કરીને નવું નેટવર્ક ઊભું કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટે નવી વિતરણ વ્યવસ્થા ઊભી કરવા માટે ૨૧.૧૪ કરોડનું કામ મંજુર કરવામાં આવેલ છે.
મોરબી મનપામાં પાણી વિતરણને લઈને જે ફરિયાદો મળતી હતી તેને ધ્યાને લઈને સરદારબાગ હેડવર્ક્સમાં નવી વિતરણ વ્યવસ્થા ઊભી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ અંતર્ગત ઉંચાઈ પર આવેલા સર્વિસ રિસર્વોયર (ESR) અને ગ્રાઉન્ડ સર્વિસ રિસર્વોયર (GSP) નો ઉપયોગ કરવામાં આવશે, જે સરદારબાગ HW (હેડવર્કસ) ખાતે આવેલા છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની આ યોજના હિરાસરી રોડ, રવાપર રોડ અને કન્યા છાત્રાલય રોડ, શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, કાલિકા પ્લોટ, દાઉદી પ્લોટ, શનાળા મેઈન રોડ મુખ્ય રોડ સહિત આસપાસના વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે અને લોકોની સમસ્યા ઉકેલાય તેના માટે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે તેવી માહિતી મહાપાલિકાના અધિકારી જણાવી છે.
