ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોટી દુર્ઘટના ટળી: મોરબીના શનાળા નજીક સ્ટ્રીટ લાઇટના અર્થીગ માટે ખાડો ખોદતાં સમયે ગેસની લાઇનમાં લીકેજ


SHARE













મોટી દુર્ઘટના ટળી: મોરબીના શનાળા નજીક સ્ટ્રીટ લાઇટના અર્થીગ માટે ખાડો ખોદતાં સમયે ગેસની લાઇનમાં લીકેજ

મોરબી નજીકના શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તા ઉપર ભગડામામા સર્કલ નજીક ગેસની લાઇનમાં લીકેજ થયું હતું જો કે તે બનાવની સમયસર ગેસ કંપનીને જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

મોરબીના શનાળા ગામ નજીક સ્ટ્રીટ લાઈટના થાંભલાના અર્થિંગ કરવાનું હતું જેથી કરીને ખોદકામ કરતાં હતા તેવામાં ગેસ લાઈનમાં લીકેજ થઈ ગયું હતું જેથી થોડી વાર માટે લોકોના જીવ અધર થઈ ગયા હતા જો કે, બનાવની તાત્કાલિક ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવતા તેની ટિમ ત્યાં દોડી આવી હતી અને ગેસ લાઇનને રીપેર કરવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News