હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ડાયમંડનગર (આમરણ) અને ભક્તિનગર ગામે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા-મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન


SHARE















મોરબીના ડાયમંડનગર (આમરણ) અને ભક્તિનગર ગામે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા-મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન

ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડનગર (આમરણ)માં જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશની થી શણગારી દેવામાં આવી છે તેમજ તા.૧૬ ને શનીવારે રાત્રે 8 કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા મો ઐતિહાસીક શણગાર થી બનાવેલ રથ હશે. આ શોભાયાત્રાનો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસેથી થશે અને ડાયમંડનગરના માર્ગોમા શોભાયાત્રા રૂટ પર ભગવાનશ્રી ક્રુષ્ણ અને બલરામ દ્વારા રૂક્ષ્મણી મટુકી, ગોપી મટુકી, વૃંદા મટુકી, યશોદા મટુકી, મીરા મટુકી, બાસૂરી મટુકી, રાધે મટુકી, સુદામા મટુકી, યમુના મટુકી, માધવ મટુકી, ગોપાલ મટુકી, તુલસી મટુકી, કેશવ મટુકી એમ કુલ ૧૩ મટુકીફોડ કરવામાં આવશે અને રાત્રે ૧૧:૩૦ કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે ત્યાં રાસ ગરબા તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે  મુખ્ય એટલે કે કૃષ્ણમ્ મટુકી ફોડની સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી અને મહાઆરતી જેવા કાર્યક્રમ કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામ તેમજ બહારગામ ના ધર્મ પ્રેમી લોકોને  ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભક્તિનગર ગામે જન્માષ્ટમી ઉજવાશે

ભક્તિનગર ગામે રામજીમંદિર ખાતે તા.૧૬ ના શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ, મટકી ફોડ તથા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ લેવા શોભાયાત્રા સવારે ૮:૩૦ કલાકે, રાસ ગરબા સવારે ૧૦ કલાકે, મટકી ફોડ બપોરે ૧૨ કલાકે યોજાશે. જેમાં જોડાવા ગામના બજરંગ યુવક મંડળે સૌને આમંત્રણ પાઠવેલ છે.




Latest News