મોરબીના વાંકડા પાસે ખેતરના કૂવામાં અકસ્માતે પડી જવથી યુવતીનું અને વાંકાનેરમાં નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવનનું મોત
SHARE








મોરબીના વાંકડા પાસે ખેતરના કૂવામાં અકસ્માતે પડી જવથી યુવતીનું અને વાંકાનેરમાં નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવનનું મોત
મોરબીના વાંકડા ગામની સીમમાં આવેલ ખેતરમાં પાણીના કૂવામાં યુવતી અકસ્માતે પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેર નજીક મચ્છુ નદીના વહેણમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ કજારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનહરભાઈ ચીમનભાઈ નાયક (42)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડગાસિયાના ખેતરની અંદર પાણીનો કૂવો આવે છે અને ત્યાં મનહરભાઈની દીકરી સપનાબેન મનહરભાઈ નાયક (22) વાળી કોઈ કારણોસર કૂવા પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સપનાબેનનું મોતની પછી હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન કોઈપણ કારણોસર નદીના વહેણમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને પાણીમાં તેની લાશ તરતી હોય તે અંગેની જાણ સંજયભાઈ છગનભાઈ કોળી (35) રહે. નવાપરા વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસે ત્યાં પહોંચીને મૃતક યુવાનના મૃતદેહને બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.
