મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર શહેર અને હળવદ, ટંકારા તેમજ વાંકાનેર તાલુકામાં જુગારની 10 રેડ: 40 વ્યક્તિ 6.42 લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE













મોરબી-વાંકાનેર શહેર અને હળવદ, ટંકારા તેમજ વાંકાનેર તાલુકામાં જુગારની 10 રેડ: 40 વ્યક્તિ 6.42 લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી અને વાંકાનેર શહેર તેમજ હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં જુગારની જુદીજુદી 10 રેડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા સહિત કુલ મળીને 40 વ્યક્તિને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા અને તેઓની પાસેથી રોકડ, મોબાઈલ તથા વાહન મળીને 6.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ભૂમિભક્તિ સોસાયટીમાં એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિપુલભાઈ ધનજીભાઈ પટેલ (42) રહે. કન્યા છાત્રાલય રોડ ચિત્રકૂટ સોસાયટી મોરબી,  નવનીતભાઈ કેશવજીભાઈ પટેલ (43) રહે. રવાપર રોડ એવન્યુ પાર્ક મોરબી, પ્રવીણભાઈ ત્રીભોવનભાઇ પટેલ (54) રહે, રવાપર રોડ શક્તિ સોસાયટી મોરબી અને અલ્પેશભાઈ ગિરીશભાઈ પટેલ (32) રહે. વાવડી ગામ કબીરધામ સામે માન એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4,71,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નૂતન કારખાનાની ઓરડીની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સંજયભાઈ વિનોદભાઈ ચાવઠા (21) રહે. નીલકમલ સોસાયટી મોરબી, જગદીશભાઈ કલાભાઈ ખરા (37) રહે. કિરીટ ટાઇલ્સ લીલાપર રોડ મોરબી અને નરેન્દ્રભાઈ કિશોરભાઈ સોલંકી (20), દીપકભાઈ પાલાભાઈ ચાવડા (25), દિલીપભાઈ ભુપતભાઈ મકવાણા (21), વિશાલભાઈ ભુપતભાઈ મકવાણા (19) અને કરણભાઈ ભીમજીભાઇ સોલંકી 21 રહે. બધા નૂતન કારખાનામાં મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3140 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે તો માળીયા મીયાણાના નીરૂબેન નગર ગામે જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચકલા પોપટના જુગાર માટેનું સાહિત્ય મળી આવ્યું હતું જેથી પોલીસે 610 રૂપિયાની રોકડ સાથે બિલાલભાઈ કાસમભાઇ કમોરા (34) રહે. નીરૂબેનનગર માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના લિંબાળા ગામે જાહેરમાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી રમેશભાઈ વરવાભાઈ કાંટોડીયા (22), રણછોડ રાઘવભાઈ કાટોડીયા (18), ગડા ગિરધરભાઈ અબાણીયા (25), નવઘણભાઈ જીવણભાઈ કાંટોડીયા (25), કેવલ દીપકભાઈ કાંટોડીયા (19) અને વિશાલ સેલાભાઈ કાટોડીયા (20) રહે. બધા લિંબાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 540 ની રોકડ સાથે તેની ધરપકડ કરે છે જ્યારે વાંકાનેરના નવાપરામાં મચ્છુ નદીના પુલના છેડે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ચકલા પોપટનો જુગાર રમતા નાનજીભાઈ નાનાભાઈ છનાભાઈ કડીવાર (60) તથા મનોજભાઈ રમેશભાઈ કડીવાર (37) રહે. બંને વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,750 થી રોકડ કબજે કરી હતી તો વાંકાનેર સિટીના વેલનાથ પરામાં મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી મનોજભાઈ જગદીશભાઈ શંખેસરિયા (40) અને મુક્તાબેન રમેશભાઈ સાંલીયા (45) રહે. બંને વેલનાથ પરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય ગુના નોંધાયેલ છે

વાંકાનેરના કોટડા નાયાણી ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાસમભાઈ આહમદભાઇ ઠેબા (52) અને ફિરોજભાઈ અલારખાભાઈ ઠેબા (45) રહે. બંને કોટડા નાયાણી અને બસીરભાઈ ઉર્ફે સબીરભાઈ કાસમભાઇ પલેજા (36) રહે. કાલીકાપ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,000 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

ટંકારાની સીમમાં બાર નાલાથી ભરડીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ હરા ફાર્મ હાઉસની મજૂરની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કાસમભાઈ અબ્દુલભાઈ ભાણુ (53) રહે. કલ્યાણપર, કિશોરભાઈ જેરાજભાઈ દેત્રોજા (40) રહે. કલ્યાણપર, કાદરમિયા જીવામિયા સૈયદ (62) રહે. સંધિવાસ ટંકારા અને દિલાવરભાઈ મુસાભાઇ ભાણુ (55) રહે. કલ્યાણપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 40,500 ની રોકડ તથા 15,500 ની કિંમતના ચાર મોબાઈલ ફોન અને 50,000 રૂપિયાની કિંમતના બે એક્ટિવા તથા 40 હજાર રૂપિયાની કિંમતના બે બાઇક આમ કુલ મળીને 1,46,000 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના અજીતગઢ ગામે મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલભાઈ રતિલાલભાઈ શેરસીયા (30) રહે. અજીતગઢ, દિનેશભાઈ દેવશીભાઈ પાટડીયા (45) રહે. અજીતગઢ, રમેશભાઈ કરસનભાઈ મારુ (30) રહે. ખોડ અને ભીખુભા હલુભા ઝાલા (50) રહે. ખોડ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 410 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

હળવદના જુના રાયસંગપર ગામમાં જાહેરમાં ચોકમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજયભાઈ ઉર્ફે કાનાભાઈ જેતપરા (20) રહે. ગાજણવાવ, મહેશભાઈ સુરેશભાઈ કૂનતીયા (28) રહે.  ગજણવાવ તેમજ સુરેશભાઈ ચતુરભાઈ ગેડાણી (23), રવિભાઈ મનસુખભાઈ ગેડાણી, વિજયભાઈ શામજીભાઈ ગેડાણી (23), દિનેશભાઈ ઘોઘાભાઈ પોરડીયા (30), મેહુલભાઈ ધીરુભાઈ ડાભી (26) રહે. બધા જુના રાયસંગપર  વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11080 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે








Latest News