મોરબીના લાલપર-ભરતનગર પાસે દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે પકડાયા
SHARE








મોરબીના લાલપર-ભરતનગર પાસે દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબીના લાલપર ગામ નજીક અને ભરતનગર ગામની સીમમાં દારૂની બે રેડ કરી હતી ત્યારે વિદેશી દારૂની કુલ મળીને 7 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ સાથે એક એક આરોપીને પકડીને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના લાલપર ગામ નજીક આવેલ લેરેંજો સિરામિક પાછળની ભાગમાં જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,200 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે રવિભાઈ વસંતભાઈ સાંચલા (23) રહે. ગ્રીનચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબીના ભરતનગર ગામની સીમમાં બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 3 બોટલ મળી આવતા પોલીસે 3,300 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે ચંદ્રેશભાઇ ઉર્ફે સંજુભાઈ ગોવરધનભાઈ સોલંકી (28) રહે. શિવપાર્ક સોસાયટી પીપળી ગામ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
