મોરબીના લાલપર-ભરતનગર પાસે દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE








મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે કારખાના નજીકથી બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનના બાઈકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભ મૃતક યુવાનના ભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના સનાળા રોડ ઉપર લાયન્સનગર શેરી નં-3 માં રહેતા વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી (27) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર જીજે 36 એક્સ 3131 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે એ.જે.મિનિરલ્સ નામના કારખાના પાસેથી ફરિયાદીનો ભાઈ ખોડીદાસભાઈ ચંદુભાઈ ચૌધરી (19) પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 7422 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ખોડીદાસભાઈને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટ્રક ટ્રેલરના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
