મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે આવેલ ખોડલધામ આશ્રમમાં મહંતને છરી બતાવીને ચાર શખ્સોએ કરી 87 હજારના મુદામાલની લૂંટ


SHARE

















ટંકારાના મીતાણા પાસે આવેલ ખોડલધામ આશ્રમમાં મહંતને છરી બતાવીને ચાર શખ્સોએ કરી 87 હજારના મુદામાલની લૂંટ

ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર તથા ખોડલધામ આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને દાનપેટીમાં રહેલ રૂપિયા અને બે મોબાઇલ ફોન મળીને કુલ 87,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે અને આરોપીઓ નાસી છૂટ્યા છે જેથી હાલમાં ભોગ બનેલ મહંતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ખોડીયાર મંદિર આશ્રમના મહંત રામચરણદાસ માતાજી નારણદાસજી (59)એ અજાણ્યા ચાર શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા.30/7 ના રાત્રીના દોઢથી બે વાગ્યાના અરસામાં અજાણ્યા 4 શખ્સો લૂંટ કરવા માટે ખોડલધામ આશ્રમના તાળાં તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ફરિયાદી મહંતને છરી બતાવીને રાવી ધમકાવીને લાફા માર્યા હતા તેમજ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને ત્યારબાદ ફરિયાદી કાનમાં પહેરેલ પોણા તોલાની સોનાની કડી જેની કિંમત 35,000, હાથમાં પહેરેલ ગેંડાનું કડુ, ચાંદીનું પડ ચડાવેલ વાળું જેની કિંમત 2000, ખેતીના ખર્ચા માટે કોથળીમાં રાખેલા રોકડા રૂપિયા 35,000, દાનપેટીમાંથી 5000 રૂપિયા અને બે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત 10,000 રૂપિયા આમ કુલ મળીને 87,000 ની કિંમત ના મુદ્દા માલની લૂંટ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહંતે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને લૂંટ કરીને નાસી ગયેલ શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News