વાંકાનેરના પેડક વિસ્તારમાં જવાનું વર્ષો જૂનું જર્જરીત નાલું પાલિકાએ તોડી પાડ્યું
વાંકાનેરમાં મેળાના મેદાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા 6 વર્ષની બાળકીનું મોત
SHARE








વાંકાનેરમાં મેળાના મેદાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા 6 વર્ષની બાળકીનું મોત
વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું દરમિયાન ત્યાં રમતી 6 વર્ષની બાળકીએ ઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા અજયભાઈ મુંધવાની 6 વર્ષની દીકરી ઉર્વશી વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું ત્યાં રમતી હતી દરમિયાન તેણીએ કોઈપણ રીતે ઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી લેતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની તપાસ વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે
