મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડે બોલેરો ગાડીના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા મોટાભાઇની નજર સામે નાના ભાઈનું મોત


SHARE















મોરબીના કેનાલ રોડે બોલેરો ગાડીના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા મોટાભાઇની નજર સામે નાના ભાઈનું મોત

મોરબીની લીલાપર ચોકડીથી આગળ કેનાલ રોડ ઉપર શાલીગ્રામ હાઈટ સામેથી ડબલ સવારી બાઈકમાં બે સગા ભાઈઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીને ચાલાકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં એક ભાઈને સામાન્ય ઇજા થઈ હતી જોકે બીજા ભાઈ ઉપરથી બોલેરો ગાડીનું ટાયર ફરી ગયું હતું જેથી તેને જમણાં હાથ તથા માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા ગામે સાંઈબાબાના મંદિર પાસે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ ભાણજીભાઈ સોલંકી (28)એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે 10 ટીવાય 0915 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની લીલાપર ચોકડીથી આગળ કેનાલ રોડ ઉપર શાલીગ્રામ હાઈટ પાસેથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ  9415 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનો નાનો ભાઈ સુરેશભાઈ ભાણજીભાઈ સોલંકી પણ બાઈક ઉપર તેની સાથે બેઠેલ હતો દરમિયાન બોલેરો ગાડીના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી જો કે, તેના નાના ભાઈ સુરેશના શરીર ઉપરથી બોલેરો ગાડીનું ડ્રાઇવર સાઈડનું ટાયર ફરી જવાના કારણે તેને જમણા હાથ તથા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત

મોરબીના મકનસર ગામે રહેતા વિશાલભાઈ અશોકભાઈ વરાણીયા (19)કાર નંબર જીજે 13 એએમ 3063 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, ચંદ્રપુર પાટિયાથી કેરાળાના બોર્ડની વચ્ચેના ભાગમાંથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એકયુ 6223 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક ઉપર મહેશભાઈ અને કિશનભાઇ પણ બેઠેલા હતા અને તેઓના આ બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને કમરના ભાગે ફેક્ચર, સાહે મહેશભાઈને જમણા પગમાં ફ્રેક્ચર અને કિશનભાઇને પગમાં ઇજાઓ થયેલ હતી જેથી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને કાર ચાલકને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News