મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને વ્યાજ સહિત વિમા રકમ મળી
SHARE









મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને વ્યાજ સહિત વિમા રકમ મળી
મોરબીના બેલાગામના વતની સુમંતભાઈ રાઘવજીભાઈ કાસુન્દ્રા ઉંચી માંડલ ગામ પાસે અંબાણી સીરામીકમાં કામ કરતાં હતા તે સમયે ગાડી પલ્ટી ખાઈ જતા નુકશાન થયેલ તેમનો વીમો ગોડીજીટજનરલ ઇન્સ્યુ.નો હતો.જોકે વીમા કંપનીએ રકમ આપવાની ના પાડતાં તેઓએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.જે અન્વયે અદાલતે રૂા.૩,૯૨,૬૦૪ તા.૧૨-૯-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેઇસની વિગત એવી છે કે બેલા ગામના વતની કાસુન્દ્રા સુમંતભાઈ રાઘવજીભાઇ પોતાની ગાડી લઈને ઉંચી માંડલ પાસે અંબાણી સીરામીકમાં કામે જતાં હોઇ ગાડી પલ્ટી ખાઇ જતાં એન્જીનને નુકશાન થયેલ તેનો વીમો ગોડીજીટ જનરલ ઇન્સ્યુરન્સનો હતો.તમામ કાગળો વીમા કંપનીને સમયસર રજુ કરેલ પરંતુ વીમા કપંનીએ વીમો ચુકવવાની ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કર્યો હતો.જેમાં અદાલતે વીમાકંપનીની સેવામાં ખામી હોઇ વીમા કંપનીએ સુમંતભાઇ કાસુન્દ્રાને રૂા.૩,૯૨,૬૦૪ તા.૧૨-૯-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને ૫૦૦૦ અન્ય ખર્ચ પેટે ચુકવવાનો આદેશ કરેલ છે.
