મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને વ્યાજ સહિત વિમા રકમ મળી
મોરબી જિલ્લા પંચાયતમાં જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની તાલીમ યોજાઇ
SHARE









મોરબી જિલ્લા પંચાયતમાં જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની તાલીમ યોજાઇ
મોરબી જીલ્લા ખાતે ડો. પી.કે.શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, તાલુકા આંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર તલાટી, નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર વગેરે અધિકારી/ કર્મચારીને E Olakh પોર્ટલમાથી CRS પોર્ટલમા સ્વીચ ઓવર કરવા અંગેની જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની ટીઓટી તાલીમ આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ મોરબી મહાપાલીકાના ડો.રાહુલ કોટડીયા હાજર રહી અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ જન્મ મરણ મોરબી માવજી પરમાર દ્રારા CRS પોર્ટલ અંગેની સવિસ્તાર જન્મ મરણની એંટ્રી કરવાની જાણકારી આપેલ હતી.
