હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા તજવીજ
ભારતીય વાયુસેના દ્વારા યુવાનો માટે વડોદરા ખાતે ઓપન અગ્નિવીર ભરતી મેળો
SHARE
ભારતીય વાયુસેના દ્વારા યુવાનો માટે વડોદરા ખાતે ઓપન અગ્નિવીર ભરતી મેળો
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/૦૮ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે ઉમેદવારો અપરણિત હોવા જોઈએ, ઉમેદવારની જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ ની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે ૫૦ ટકા ગુણા સાથે ધોરણા ૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષા અંગેજી વિષયના ૫૦ ટકા ગુણ સાથે કુલ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ. વૈકલ્પિક રીતે બે વર્ષનો વ્યવસાયિક અભ્યાસક્ર્મ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમાં કોર્સ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ.
ભરતી પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી બાદ શારીરિક કસોટી લેવાશે, જેમાં ૧૬૦૦ મીટરની દોડ, પુશઅપ્સ, સીટઅપ્સ, સ્ક્વાટ્સનો સમાવેશ થશે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અને ત્યાર બાદ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૧અને ૨ જેવી પરિક્ષાઓ લેવામાં આવશે. યોજાનાર ભરતીમેળામાં ઉમેદવારો એ તેમના મુળ/અસલ દસ્તાવેજો તેમજ તેની બે નકલ સાથે હાજર રહેવાનું રહેશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.









