રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE











હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા તજવીજ

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૩૫ કલાક પહેલા કોઇપણ સમયે હળવદમાં અમૂલ ફર્નીચર શો રૂમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ડુબી જવાથી સ્ત્રીનું મોત નીપજ્યું હતું. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક સ્ત્રી ઉમર વર્ષ આશરે ૩૨ થી ૩૫ વર્ષ, શરીરે બ્લેક તથા બ્રાઉન કલરનું ગાઉન પહેરેલ છે. જમણા હાથમાં કોણીના ભાગે મોરપીંછ તથા જમણા હાથમાં કાંડાના ભાગે અંગ્રેજીમાં M ત્રોફાવેલ છે. ગળામાં કંઠી, કાનમાં નાના બુટીયા તથા બંન્ને હાથમાં બંગડી પહેરેલ છે. મૃતક સ્ત્રીના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી હળવદ પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ.ના ૭૩૮૩૨૦૨૩૩૯ અથવા હળવદ પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૫૦ પર સંપર્ક કરવા હળવદ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.





Latest News