મોરબી શહેરમાં મહિલા-યુવતી તેમજ તાલુકામાં યુવાને પોતાના ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત
SHARE
વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત
વાંકાનેરમાં આવેલ નંદવાણા શેરી પ્લે હાઉસની બાજુમાં રહેતી મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે સવારે ઘરે કોઈને કશું જ કહ્યા વગર તે મહિલા નીકળી ગઈ હતી અને ત્યાર બાદ તિથવા ગામ પાસે વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસો બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની નંદવાણા શેરીમાં પ્લે હાઉસની બાજુમાં રહેતા મીનાબેન રમેશભાઈ મઢવી (50) નામના મહિલાએ તીથવા ગામ પાસે આવેલ વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે વહેલી સવારે તે પોતાના ઘરે કોઈને કશું કર્યા વગર પોતાની જાતે નીકળી ગઇ હતી અને ત્યારબાદ તેણે વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઇજાગ્રસ્ત સારવારમાં
ડુંગરપુર ગામે રહેતા કાંતિભાઈ પ્રભુભાઈ પાટડીયા (50) નામના આધેડ ટિંબડી ગામ પાસે ટ્રકમાંથી પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
જનાવર કરડી ગયું
મોરબીના ઝીકિયારી ગામે રહેતા કાંતિભાઈ છગનભાઈ સોલંકી (52) નામના આધેડ ઘરે હતા ત્યારે કોઈ જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.