વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત
મોરબી નજીક ડબલ સવારી એકટીવાને કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં
SHARE
મોરબી નજીક ડબલ સવારી એકટીવાને કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં
મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી પાસેથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે પાછળથી તેને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મહિલાને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે રહેતા ઉષાબેન ચંદુભાઈ દુદકીયા (45)એ કાર નંબર જીજે 5 આરએસ 7493 માં ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓ પોતાના ઓળખીતા સુભાષભાઈના એકટીવામાં પાછળ બેસીને મહેન્દ્રનગર ચોકડીથી આગળ હળવદ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારચાલકે પાછળથી એકટીવાને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદી મહિલાને જમણા પગના ઘુટણમાં ફ્રેકચર થયેલ હતું અને જમણા હાથની આંગળીઓમાં પણ ઈજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વૃદ્ધા સારવારમાં
ભાવનગરમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા જીકુબેન ઘનશ્યામભાઈ (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને ભડીયાદ થી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
આધેડ સારવારમાં
મોરબીના મકનસર ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાકોર (50) નામના આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
શોર્ટ લાગતાં સારવારમાં
માળીયા મીયાણામાં દરબારગઢ પાસે રહેતા રેસમાબેન ગફુરભાઈ મોવર (17) નામની યુવતી ઘરે હતી ત્યારે ત્યાં તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.