મોરબી નજીક ડબલ સવારી એકટીવાને કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં
મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી
SHARE







મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આચાર્ય ડો.રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર એવા ડૉ. રાજપૂતે ઇનોવેશન ક્લબની વિગતવાર માહિતી તેમજ ઉદ્યોગ સાહસિકતા દિવસ અંગેની, ઉદ્યોગો અંગેની જાણકારી વિદ્યાર્થી ભાઈ બહેનોને આપી હતી. તો ડો. નાજાભાઇ કોડીયાતરે IIC ક્લબ અંતર્ગત ઇનોવેશન કઈ રીતે થઈ શકે તે અંગે વિદ્યાર્થીઓને અનેક દ્રષ્ટાંતો દ્વારા સમજૂતી આપેલ અને સ્ટાર્ટઅપ કઈ રીતે કરી શકાય તે વાત વિગતવાર જણાવી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડો.અતુલ ધ્રુવે ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત તેમણે ગાંધીનગર કેસીજી ખાતે લીધેલી ટ્રેનિંગ બાબતે તેમજ હાલના સમયમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો નાના-નાના ઉદ્યોગથી આરંભ કરીને વિવિધ પ્રકારના વ્યવસાયો ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને સાહસ દેખાડી શકે તે બાબતે વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું. તો કાર્યક્રમના અધ્યક્ષ રામભાઈએ પૂર્વ તૈયારીથી રજૂ થયેલ ત્રણેય તજજ્ઞ વક્તવ્યોને બિરદાવ્યા હતા. અને વિદ્યાર્થીઓને તેમાંથી બોધપાઠ લેવા સૂચવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો.કવિતાબા ઝાલા એ કર્યું હતું.
