મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનને ફેફસા અને પાંસળીમાં ફ્રેક્ચર


SHARE













મોરબીમાં ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનને ફેફસા અને પાંસળીમાં ફ્રેક્ચર

મોરબીની સરસ્વતી સોસાયટી પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને માથા અને હાથે પગે ઇજાઓ થઈ હતી તથા ફેફસા અને પાંસળીના ભાગે ફ્રેક્ચર થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના કેનાલ રોડ ઉપર રામકો બંગલોની બાજુમાં આવેલ હરિઓમ પાર્કમાં રહેતા ભૌમિકભાઈ ધર્મેશભાઈ ઝુલાસણા (20) નામના યુવાને ટ્રક નંબર જીજે 3 બીટી 2386 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઉમા ટાઉનશીપ રોડ ઉપર આવેલ સરસ્વતી સોસાયટી પાસેથી તે પોતાનું બાઈક નંબર જીજે 33 સી 0685 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી ટ્રક ચાલકે તેના બાઇકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીને માથા અને હાથે પગે ઇજાઓ થઈ હતી તેમજ તેને ફેફસા અને પાંસળીના ભાગે ફ્રેકચર થયેલ હોવાથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરમાં રહેતી તન્વી સતીશસિંહ પરિહાર (10) નામની બાળકી પોતાના પિતાના બાઈકમાં પાછળ બેસીને વાવડી રોડ ઉપરથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જતા તે બાળકીને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

સુરેન્દ્રનગર જિલ્લાના સારસણા ગામના રહેવાસી રેખાભાઈ રમેશભાઈ સરૈયા (30) નામનો યુવાન વઘાસીયા ટોલનાકા પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા લાભુભાઈ લઘુભાઈ સુરેલા (61) નામના વૃદ્ધ કડીયાણા ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને આ બનાવમાં તેમને ઇજા થતાં વૃદ્ધને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News