મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના નિર્દેશન હેઠળ મોરબી તાલુકાના ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગેની જન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ધો. 1 થી 8 ના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.ત્યાર બાદ વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા સંકલ્પ લીધેલ હતો. અને અંતમાં સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. ભૂમિકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સુપરવાઇઝર જે.બી.બેચરા, મનીષ મકવાણા, સી.એચ.ત્રિવેદી, એસ.આર.દલ તથા શાળાના પ્રિન્સિપાલ પંકજભાઈ ઠોરિયા તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News