મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયા


SHARE

















મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયા
મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ કે જે મોરબીમાં દિવસરાત લોકોની ઇમરજન્સી બ્લડ તથા ઓક્સિજન મશીનની જરૂરિયાત પૂરી પાડવા માટે થઈને જાણીતું છે તથા લોકોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી તથા આરોગ્યની સુખાકારી માટે અવારનવાર ફ્રી આર્યુવેદિક તથા હોમ્યોપથિક કેમ્પનું આયોજન કરી રહ્યું છે ત્યારે ગ્રુપના મહિલા સભ્યો દ્રારા ૧ થી ૧૨ વર્ષના બાળકોના માનસિક થતા શારીરિક વિકાસને ધ્યાને લઈને પુષ્યનક્ષત્ર નિમિત્તે મોરબીના અલગ અલગ સ્થળો જેવા કે વાઘપરા સતવારા સમાજની વાડી, ગ્રીન ચોક કુબેરનાથ મંદિર, સનાળા રોડ પંચમુખી હનુમાન મંદિર તથા અન્ય શૈક્ષણિક એકમો ખાતે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમા 900 થી પણ વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબીની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબીના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી.આ કેમ્પમાં અંદાજિત 60 થી વધુ લોકોએ લાભ લીધો હતો.આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.




Latest News