વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને કર્યો આપઘાત: સરા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને કર્યો આપઘાત: સરા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબીના જેતપરોડ ઉપર આવેલ રંગપર નજીક કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે મુળી તાલુકાના સરા ગામે રહેતા વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું  છે જેથી આ બંને બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સ્પેરીટા સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો જવાનસિંહ બહાદુરસિંહ (23) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે છે તે દિશામાં આગળની તપાસ એ.જે.ખડીયા ચલાવી રહ્યા છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામના રહેવાસી સવિતાબેન શંકરભાઈ વરમોરા (72) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર ગત તા. 18/8 ના રોજ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં રહેતા મહેશભાઈ ગઢવીનો ત્રણ વર્ષ નો દીકરો ગૌરવ ઘર પાસે હતો ત્યારે રિક્ષાવાળાએ તેનો ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવતી સારવારમાં

મોરબીના સનાળા રોડ પર આવેલ રાતડીયાની વાડીમાં રહેતી વિભૂતિ ધનજીભાઈ ડાભી (24) નામની યુવતી બાઇકમાં જતી હતી ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલો લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મૂળ અમદાવાદના બાપુનગર વિસ્તારના રહેવાસી અને હા મોરબીના સનાળા રોડ ઉપર ધરમનગર વિસ્તારમાં પિતાને ત્યાં માવતરે આવેલ ગાયત્રીબેન પાર્થભાઈ રાઠોડ (26) નામની મહિલાએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News