મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને કર્યો આપઘાત: સરા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
વોટ ચોરી ગાદી છોડના નારાને બુલંદ બનાવવા મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધારણા
SHARE









વોટ ચોરી ગાદી છોડના નારાને બુલંદ બનાવવા મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા
કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીનો આરોપ વર્તમાન કેન્દ્ર સરકાર ઉપર લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ઠેર ઠેર આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેવામાં આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ વોટ ચોર સામે પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો.
રાહુલ ગાંધી દ્વારા થોડા સમય પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં કેટલાક આધાર પુરાવાઓ રજૂ કરીને વોટની ચોરી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદથી વર્તમાન કેન્દ્ર સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તેવામાં આજે મોરબીના શનાળા રોડે આવે સરદાર બાગ સામેના મેદાનમાં વરસતા વરસાદે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દાને લઈને પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા વોટ ચોર ગાદી છોડના નારાને બુલંદ બનાવવા માટે આજે પ્રતિક ધરણા કરવામાં આવેલ છે તેવું જણાવ્યુ હતું.
