મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને કર્યો આપઘાત: સરા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE



































મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને કર્યો આપઘાત: સરા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર નજીક કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે મુળી તાલુકાના સરા ગામે રહેતા વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું  છે જેથી આ બંને બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સ્પેરીટા સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો જવાનસિંહ બહાદુરસિંહ (23) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે છે તે દિશામાં આગળની તપાસ એ.જે.ખડીયા ચલાવી રહ્યા છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામના રહેવાસી સવિતાબેન શંકરભાઈ વરમોરા (72) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર ગત તા. 18/8 ના રોજ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં રહેતા મહેશભાઈ ગઢવીનો ત્રણ વર્ષ નો દીકરો ગૌરવ ઘર પાસે હતો ત્યારે રિક્ષાવાળાએ તેનો ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવતી સારવારમાં

મોરબીના સનાળા રોડ પર આવેલ રાતડીયાની વાડીમાં રહેતી વિભૂતિ ધનજીભાઈ ડાભી (24) નામની યુવતી બાઇકમાં જતી હતી ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલો લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મૂળ અમદાવાદના બાપુનગર વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના સનાળા રોડ ઉપર ધરમનગર વિસ્તારમાં પિતાને ત્યાં માવતરે આવેલ ગાયત્રીબેન પાર્થભાઈ રાઠોડ (26) નામની મહિલાએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News