મોરબી જિલ્લાની 303 ગ્રામ પંચાયતો માંથી 71 સમરસઃ 232 પંચાયતો માટે 19 મીએ મતદાન
ટંકારાના છતરમાં સરકારી જમીન ઉપર હોટલ-ખેતી કરનારા ત્રણ શખ્સ સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE









ટંકારાના છતરમાં સરકારી જમીન ઉપર હોટલ-ખેતી કરનારા ત્રણ શખ્સ સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ટંકારા તાલુકાના છતર ગામે આવેલ સરકારી જમીન શરત ભંગ થવાના કારણે આજથી ૩૩ વર્ષ પહેલાં સરકાર હસ્તક થઇ ગઇ છે છતાં પણ તેના ઉપર દબાણ કરીને ત્યાં વાવેતર કરવામાં આવતું હતું અને ત્યાં જ સરકારી જમીન ઉપર હોટલ બનાવનારા બે શખ્સોની સામે હાલમાં ટંકારાના મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં જુદી જગ્યા ઉપર સરકારી જમીનો ઉપર દબાણ કરનાર શખ્સોની સામે ધડાધડ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરીને સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીને મોરબી જીલ્લાણી તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે આવેલ સરકારી ખરાબાની સર્વે નંબર નંબર-૯૬ પૈકી ૧ ની જમીન હે. ૩-૨૩-૭૫ ચો.મી. જમીન શરત ભંગ થતાં તારીખ ૩૦/૮/૧૯૮૮ થી સરકાર હસ્તક થઈ ગયેલ છે તેમ છતાં પણ છતર ગામના રહેવાસી ચીમનલાલ મંછારામ અગ્રાવત દ્વારા આ જમીન ઉપર કબજો ચાલુ રાખવામાં આવ્યો છે અને તેઓના દ્વારા આ જમીન ઉપર હાલમાં અજમાનું વાવેતર કરવામાં આવ્યું છે. તો મનોજભાઇ રમણીકભાઇ અગ્રાવત તથા વિપુલભાઇ રમણીકભાઇ અગ્રાવત રહે. બન્ને છતર ગામ વાળાએ છેલ્લા પાંચ વર્ષથી છતર ગામે સરકારી ખરાબાના સર્વે નંબર ૧૬૭ વાળી જમીન ઉપર પોતે સંતકૃપા હોટલ બનાવી નાખી છે અને આશરે ૨૬૦૦ ચો.મી. જમીનમા પાંચ વર્ષથી દબાણ કરેલ છે અને ગેરકાયદેસર કબ્જો કરેલ છે જેથી કરીને ટંકારાના મામલતદાર દ્વારા હાલમાં સરકારી જમીન ઉપર વાવેતર કરીને તેમજ હોટલ બનાવીને દબાણ કરનારા ત્રણ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
