ટંકારાના છતરમાં સરકારી જમીન ઉપર હોટલ-ખેતી કરનારા ત્રણ શખ્સ સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના સનાળા રોડે સ્કૂલના જાહેર પાર્કિંગમાંથી સ્કૂટરની ચોરી
SHARE
મોરબીના સનાળા રોડે સ્કૂલના જાહેર પાર્કિંગમાંથી સ્કૂટરની ચોરી
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઓમવીવીઆઇએમ સ્કૂલના જાહેર પાર્કિંગમાં યુવાને એક્ટિવા મૂક્યું હતું જેને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એકટીવાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના ખાનપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે આવેલ રમ્ય વાટીકા સોસાયટીની અંદર રહેતા મોહિલભાઈ રમેશભાઈ જીવાણી જાતે પટેલ (૨૨) એ ગત તા. ૨૪/૧૧ ના રોજ બપોરના અરસામાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઓમવીવીઆઇએમ સ્કૂલના જાહેર પાર્કિંગમાં પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એબી ૭૧૫૯ પાર્ક કરીને મૂક્યું હતું જે એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મોહિલભાઈ જીવાણીએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાનું એકટીવા ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે