મોરબી જીલ્લામાં અધિકારીની બેદરકારીના લીધે સસ્તા અનાજની ઘણી દુકાનો બંધ !?
મોરબી જિલ્લાની 303 ગ્રામ પંચાયતો માંથી 71 સમરસઃ 232 પંચાયતો માટે 19 મીએ મતદાન
SHARE
મોરબી જિલ્લાની 303 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જે પૈકી ની કુલ મળીને 71 ગ્રામ પંચાયતોને સમરસ જાહેર કરવામાં આવી છે જોકે બાકીની ગ્રામ પંચાયતોમાં આગામી તારીખ 19 ના રોજ મતદાન થશે અને ત્યારબાદ 21ના રોજ મતગણતરી થયા પછી ગામના સરપંચ અને સભ્યો જાહેર કરવામાં આવશે
મોરબી જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતો પૈકી 303 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવી હતી અને આજે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આજે ચુંટણીનું ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થયું છે તેની માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની અંદર કુલ મળીને 937 ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે 3944 સભ્યો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પૈકીના સરપંચના 12 ફોર્મ અમાન્ય થયા છે અને સભ્યોમાંથી 70 ફોર્મ અમાન્ય થયા છે આમ કુલ મળીને સરપંચ માટે 925 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને સભ્યો માટે 3880 ફોર્મ માન્ય કરવામાં આવેલ છે
વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની જે 303 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેમાં મળીને 71 ગ્રામ પંચાયતોને સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં મોરબી તાલુકા ની 22, ટંકારા તાલુકાની 10, હળવદ તાલુકાની 13, વાંકાનેર તાલુકાની 16 અને માળીયા તાલુકાની 10 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે આ સિવાયની ગ્રામ પંચાયતની અંદર આગામી તારીખ 19 ના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે અને ત્યાર બાદ તારીખ 21 ના રોજ મતગણતરી કરવામાં આવશે ત્યાર પછી ગામના સરપંચ અને સભ્યો જાહેર કરવામાં આવશે