મોરબી જિલ્લાના ટુ-ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
SHARE









મોરબી જિલ્લાના ટુ-ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબી જિલ્લાના ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે અને પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.
મોરબીના ટુ-વ્હીલર માટે GJ 36 AS, AQ, AN, AM, AK તથા ફોર વ્હીલર માટે GJ 36 AR, AL, AP, AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ 36 X, GJ 36 V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-29/8 થી શરૂ થનાર છે. તા. 29/8 થી 31/8 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. 31/8 થી તા.2/9 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. 2/9 ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. અને બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.
