મોરબી જિલ્લાના ટુ-ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ
SHARE









મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ
માળિયા તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા ખેડૂત ખાતેદાર હતા અને રાજકોટ હેમરેજ થતા મરણ પામેલ તેઓને પાંચ-પાંચ લાખની બે પોલીસી હતી.પરંતુ ચોલા મંડલમ વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ જેમાં અદાલતે તા.૩૦-૯-૨૪ થી કુલ દશ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા બાથરૂમમાં નાહવા જતાં પડી ગયેલ અને માથામાં ઇજા થતાં તેને માળિયા સરકારી દવાખાનામાં દાખલ કરેલ હેમરેજને કારણે મરણ પામેલ તેમના પુત્ર જયેશભાઈએ વીમા કંપનીને તમામ કાગળો આપેલ પરંતુ ચોલામંડલમ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમા કેઇસ દાખલ કર્યો હતો.મનસુખભાઈ ખાતેદાર ખેડૂત હતા તેમણે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક દ્રારા વીમો લીધેલ વીમાનુ પ્રીમીયમ ભર્યુ હતુ.માટે અદાલતે કહયુ કે વીમાકંપનીની સેવામાં ખામી છે માટે રૂા.દસ લાખ તા.૩૦-૯-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટે ચુકવવાનો આદેશ ગ્રાાહક અદાલતે કરેલ છે.
