મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના આગેવાને કર્યો વિરોધ
SHARE









મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના આગેવાને કર્યો વિરોધ
ભારત એક કૃષિપ્રધાન દેશ છે છતાં ખાતર માટે ખેડૂતો હેરાન થાય છે ત્યારે મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતોને નેનો યુરિયાની બોટલ ફરજિયાત ન આપવામાં આવે તેના માટે ભાજપના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા ભાજપના યુવા કિસાન અગ્રણી અજયભાઈ અને મોરબી જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણીએ કલેક્ટર કે.બી.ઝવેરીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશથી થતા કૃષિ ઉત્પાદનોની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવી જોઈએ. આ પગલું દેશના ખેડૂતોને તેમના પાકનો પૂરતો પોષણક્ષમ ભાવ મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત ડીએપી (DAP) અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવે, ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે આપવા સામે વિરોધ કર્યો છે અને જે વિતરણ કેન્દ્ર ઉપરથી ફરજિયાત પણે નેનો યુરિયાની બોટલનું વેચાણ કરતા હોય તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
