માળિયા (મી)માં માનવસર્જિત જળબંબાકારની સ્થિતિનું નિવારણ લાવવા તંત્રને આમ આદમી પાર્ટીનું 15 દિવસનું અલ્ટીમેટમ
SHARE









માળિયા (મી)માં માનવસર્જિત જળબંબાકારની સ્થિતિનું નિવારણ લાવવા તંત્રને આમ આદમી પાર્ટીનું 15 દિવસનું અલ્ટીમેટમ
માળિયા (મી) શહેર અને તાલુકામાં ચોમાસામાં માનવસર્જિત જળબંબાકારની સ્થિતિ ઊભી થાય છે તેને નિવારવા માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આવેદન આપવામાં આવ્યું છે અને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિતના આપના આગેવાનો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, માળિયા (મી) શહેર અને તાલુકામાં જળબંબાકારની સ્થિતિ માનવસર્જિત હોય છે અને તે પરિસ્થિતિ નિવારવા લોકો દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને જિલ્લા સ્વાગતના કાર્યક્રમમાં પણ અરજીઓ કરી છે અને આવેદનો પણ આપવામાં આવેલ છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને લોકોની ગંભીર બાબતને તંત્ર અવગણી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને તાલુકાના સ્થાનિકોને સાથે રાખીને આવેદન અપાયું હતું અને જો 15 દિવસમાં યોગ્ય સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
