મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મૂક્યો
SHARE









મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મૂક્યો
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિતે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા શિવ તરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું છે અને આમસના દિવસે રફાળેશ્વર મહાદેવ મંદિરે લોકો પિતૃતર્પણ કરવા માટે આવશે અને તેની સાથે શિવા દર્શન અને મેળાની પણ મોજ માણશે.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી અમાસ નિમિતે બે દિવાસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.22 અને તા.23 ઓગસ્ટના રોજ લોકમેળો યોજાશે જે "શિવ તરંગ" લોકમેળાને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, માજી કારોબારી ચેરમેન જેન્તીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસજાળીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જાંબુડિયા ગામના સરપંચ હંસાબેન રમેશભાઈ કણસાગરા તથા સદસ્ય તેમજ વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. ખાસ કરીને તા.23 ને શ્રાવણ મહિનાની અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો ત્યા આવે છે અને પિતૃતર્પણ કરીને શિવજીના દર્શન, પૂજનનો લાભ લેતા હોય છે તેની સાથોસાથ મેળાની પણ મજા માણે છે. વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ મેળો ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરતો લોકમેળો છે. કેમ કે, રફાળેશ્વરના મેળામાં ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
