મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મૂક્યો
મોરબીના નવા મકનસર ગામે પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ
SHARE









મોરબીના નવા મકનસર ગામે પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ
લાલપર પ્રા. આ. કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર મકનસર-2 દ્વારા પ્રાથમિક શાળા મકનસર ખાતે વિધ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં 60 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.દીપક બાવરવાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવાને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપેલ તથા વ્યક્તિગત સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું અને આ તકે આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો અને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા બાળકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.
