માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા: 25 હજારનો દંડ


SHARE













મોરબીમાં સગીરાનું અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા: 25 હજારનો દંડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ વર્ષ 2019 માં સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલ લેખિત અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને જુદી-જુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 25 હજારનો દંડ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2019 માં અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી પ્રેમસિંગ સોભાનભાઈ ભુરીયાની તા. 28/5/2020 ના રોજ ધરપકડ કરી હતી તે કેસ મોરબીના વિશેષ ન્યાયધીશ પોક્સો કોર્ટ તથા અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ કે.આર. પંડ્યા સમક્ષ ચાલી ગયો હતો જેમાં મદદની સરકારી વકીલ એન.ડી. કારીયા દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલ મૌખિક અને દસ્તાવેજી આધાર પુરાવા અને જુદી જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આ ગુનામાં દોષિત ઠેરવીને આરોપી પ્રેમસિંગ સોભાભાઇ ભુરીયા (35) રહે. નાના માંડવા ગામ પ્રફુલભાઈ કાછડીયાની વાડીએ તાલુકો કોટડા સાંગાણી જીલ્લો રાજકોટ મૂળ રહે. એમપી વાળાને જુદી જુદી કલમ હેઠળ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે

વધુમાં મળતી માહિતી મુજબ ફરિયાદીની સગીર વયની બહેન 15 વર્ષની હોવાનું જાણતો હોવા છતાં આરોપી સગીરાને લલચાવીને બદનામ કરવાના ઇરાદે વર્ષ 2019 માં ભગાડીને લઈ ગયો હતો અને કોટડા સાંગાણી તાલુકાના નાના માંડવા ગામે પ્રફુલભાઈ કાછડીયાની વાડીએ લઈ જઈને ત્યાં સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી પ્રવેશીય જાતિ હુમલો કરીને સગીરાને ગર્ભ રાખી દીધો હતો જેથી તેને પાંચ માસનો ગર્ભ રહી જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2019 માં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી હતી અને મોરબી જિલ્લાની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું અને આ કેસમાં મદદની સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા 18 મૌખિક તથા 33 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.




Latest News