વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ


SHARE











ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ

મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે બિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર...આ મંદિરની દંતકથા મુજબ દેવયોગથી શ્રાપિત થયેલ ગંધર્વ અને અપ્સરાને તેના શ્રાપમાંથી મુક્તિ મળે તે માટે દેવાધી દેવ મહાદેવ યુરપુરી એટલે કે મોરબીથી ૧૫ કિલો મીટર દુર હાલમાં જે જગ્યા પાસે ત્રણ ગામ નો ત્રીભેટો થાય છે તેવા મયુરપુરીના જંગલમાં મહાદેવ પ્રશાન્ન થયા હતા અને આ જગ્યાને લોકો હાલમાં બિલેશ્વર મહાદેવ મંદિર ના નામ થી જાણે છે તો ચાલો જાણીએ બિલેશ્વર દાદાના પ્રગટ્યાનો ઈતિહાસ જોઈએ તો 

૭૦૦ વર્ષ જુનું બીલેશ્વર મહાદેવનું મંદિર મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે તે જગ્યા એ વર્ષો પેહલા રત્નાકર સાગર હતો અને તેના તટ પાસે મયુરપુરી એટલે કે મોરબી વસેલું હતું અને હાલમાં જે જગ્યા પર મંદિર આવેલું છે ત્યાં મયુરપુરીનું ગાઢ જંગલ હતું અને આ વિસ્તારના લોકો પશુપાલન અને ખેતીનો ધંધો કરતા હતા તે સમયે રાજવી પરિવારના દિવાન એક વાણીયા શેઠને ત્યાં ખુબ જ ગાયો હતી અને તે ગાયોની ખુબ જ સેવા કરતા હતા તેમની કપિલા નામની ગાયને ગામના ધણની સાથે ગોપાલક ભલો ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો એવું કેહવાય છે કે વાણીયાની ગાય અને ભરવાડ દેવયોગથી શ્રાપિત હતા અને વાણીયાની ગાય, ભરવાડ અને શિવજીનું બાણ એક જ સમયે ભેગા થાય તે સમયે જ તે શ્રાપ મુક્ત થાય તેમ હતું જેથી શિવજીના મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની જેવો જ આ મંદિરનો પણ પ્રગટ્યાનો ઈતિહાસ છે અને આ મંદિર માત્ર મોરબીના જ નહિ દેશ વિદેશમાં રેહતા લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભગવાન શંકરના તો અનેક નામ છે પરંતુ બિલેશ્વર નામ પાછળના ઈતિહાસમાં એવું કેહવાયું છે કે જંગલમાં ચોતરફ બીલીપત્રના વૃક્ષની વચ્ચે દાદા પ્રગટ થયા હોવાથી તેમનું નામ બિલેશ્વર રાખવામાં આવ્યું છે.અત્રે ઉલેખનીય છે કે, વર્ષો પેહલા ત્યાં માત્ર નાની દેરી જ હતી જો કે ત્યાર બાદ મંદિરની બાજુમાં જ ખેતર ધરાવતા મુળજીભાઈ વિલાપરાએ મંદિર મોટું બને તે માટે તેના ખેતરમાંથી બે વીઘા જમીન મંદિર માટે આપી હતી એટલે જ તો વર્ષો પેહલા જે જગ્યા એ નાની દેરી હતી ત્યાં આજે મહાદેવનું વિશાળ મંદિર છે.અત્રે ઉલેખનીય છે કે, બિલેશ્વર દાદાને પ્રસન્ન કરવા માટે શિવભકતો દ્વારા લઘુરુદ્ર યજ્ઞ અને મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે.અને એવું કહેવાય છે કે, બીલેશ્વર મહાદેવનો જે કોઈ પણ પૂરી શ્રધ્ધાથી અભિષેક કરાવે છે તેમને મન વંચિત ફળ મળે છે અને તે અભય બની જાય છે.






Latest News