વાંકાનેરના કોઠી પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સો પકડાયા, 5.80 લાખનો મુદામાલ કબ્જે: બે શખ્સોની શોધખોળ
SHARE









વાંકાનેરના કોઠી પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સો પકડાયા, 5.80 લાખનો મુદામાલ કબ્જે: બે શખ્સોની શોધખોળ
વાંકાનેરના કોઠી ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ ડિઝાયર ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 80,000 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5,80,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને દારૂ મોકલાવનાર તથા મંગાવનારના નામ સામે આવ્યા હોય ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર કોઠી ગામના બસ સ્ટેશન પાસેથી સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે 8 ડીજી 4303 પસાર થઈ હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી જેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 400 લીટર દારૂ જેની કિંમત 80 હજાર રૂપિયા તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5.80 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિપુલભાઈ મુકેશભાઈ વરાણીયા (24) રહે. ત્રાજપર એસ.આર. પેટ્રોલપંપ પાછળ મોરબી તથા બરકતશા અલીશાભાઈ શાહમદાર (26) રહે. એલ.ઇ. કોલેજ રોડ ગેબનશાહ પીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન માલ મંગાવનાર તરીકે મનુભાઈ દોલુભાઈ રહે. મોરબી તેમજ માલ મોકલાવનાર તરીકે વિકાસભાઈ રહે. ડાકવડલા તાલુકો ચોટીલા વાળાનું નામ સામે આવ્યું હોય આ ચારેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
અકસ્માતમાં ઇજા
હળવદના નવા દેવળીયા ગામે રહેતા મીનાબેન ગેલાભાઈ સોલંકી (41) નામના મહિલા ગામ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે આવી જ રીતે માળિયાના પ્રભાતનગરમાં રહેતા હિરજીભાઈ મનજીભાઈ (52) નામના આધેડ બાઈક લઈને હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેઓને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
