મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબા ગામે ઘરમાં ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા ગયેલા આધેડનું ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત


SHARE

















માળીયા (મી)ના માણાબા ગામે ઘરમાં ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા ગયેલા આધેડનું ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત

માળીયા (મી)ના માણાબા ગામે રહેતા આધેડ પોતાના ઘરે પાણીની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના માણાબા ગામે રહેતા રામદેવસિંહ સજુભા જાડેજા (54) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરના ધાબા ઉપર આવેલ પાણીની ટાંકીમાં પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તાત્કાલિક સારવાર માટે તેઓને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોકટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની ધર્મરાજસિંહ બાપાલાલ જાડેજા (40) રહે.મણાબા વાળાએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વિશ્વાબેન જયદીપભાઇ (32) નામના મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં મહિલાને ઈજા થવાના કારણે તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા જયાબેન અશ્વિનભાઈ ચૌહાણ (30) નામની મહિલાનું માથું તેના પતિએ ભીત સાથે અથડાવ્યું હતું જેથી તે મહિલાને માથામાં ઇજા થતા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News