મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ

મોરબીના રફાળેશ્વર ગામે ચોકડી પાસે નજીકની વાતમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંનેપક્ષેથી મારામારી કરવામાં આવી હતી ત્યારે છરી અને તલવાર ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંનેપક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારા (58)એ હાલમાં મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા, વિકાસભાઈ પ્રભુભાઈ બાવળીયા અને વિશાલભાઈ મુકેશભાઈ ખાંભળીયા રહે. ત્રણેય રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ મુકેશભાઈ ખાંભળીયાને સાઈડમાં જવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા ઉસકેરાઈ જઈને ધોકા વડે ફરીયાદીને મુઢમાર માર્યો હતો તથા સાહે રાજુભાઈને પાઇપ વડે મારમારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ રાજુભાઈને વિકાસભાઈએ છરી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી મૂળ રફાળેશ્વરના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર મારુતિ પાર્કમાં રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા (45) એ લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજી વાળાના થડાવાળા, રાજુભાઈ હીરાભાઈ ગમારા અને બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે બધા રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીને લીલાભાઈ સાથે ધંધા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને મારમારીને સાહે વિકાસને જમણા સાથળના ભાગે તલવાર વડે ઇજા કરવામાં આવી હતી તથા સાહે વિશાલને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News