મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી નજીક પવનચક્કીમાં પાવર સપ્લાઈના વાયરને કાપીને 64 મીટર કેબલ વાયરની ચોરી


SHARE



































માળીયા (મી)ના ખાખરેચી નજીક પવનચક્કીમાં પાવર સપ્લાઈના વાયરને કાપીને 64 મીટર કેબલ વાયરની ચોરી

માળીયા (મી)ના ખાખરેચીથી વેણાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પવનચક્કીમાંથી 64 મીટર જેટલા કેબલ વાયરને કાપીને તેની ચોરી કરવામાં આવી છે જેથી 23,040 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા રમજાનભાઈ મુસાભાઇ કાજેડીયા (44)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયાના ખાખરેચીથી વેણાસર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પર્ફોર્મન્સ ફાઈબર્સ લીમીટેડ બોમ્બે કંપનીની પવનચકી નંબર SLP-3(PVKH-9) વાળીનુ તાળુ તોડી પવનચકીમા પ્રવેશ કરી અજાણ્ય શખ્સે ત્યાં પાવર સપ્લાય માટેના કેબલ વાયરમાં પહેલા માળેથી ભોંયતળિયા સુધીના વાયરને કોઈ ધારદાર વસ્તીથી કાપી નાખ્યો હતો અને 64 મીટર કેબલ વાયર જેની કિંમત 23,040 થાય છે તે કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બે બોટલ દારૂ

મોરબીના શોભેશ્વર મંદિર પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી 2200 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે સંજયભાઈ હેમંતભાઈ ખીમાણી (28) રહે. શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતો વિશ્વાસ લક્ષ્મણભાઈ રાઠોડ (18) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના પીપળી ગામે રહેતા બળદેવભાઈ લાભુભાઈ રાજપરા (35) નામના યુવાનને તિરુપતિ સોસાયટી પાસે પીપળી ગામ નજીક મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી.


















Latest News