માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં 15 લાખની સામે વ્યાજખોરોને 18 લાખ ચુકવ્યા છતાં મિલકત પડાવી લીધી !: જાનથી મારી નાખવાની ધમકી


SHARE













વાંકાનેરમાં 15 લાખની સામે વ્યાજખોરોને 18 લાખ ચુકવ્યા છતાં મિલકત પડાવી લીધી !: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં રહેતા યુવાને પોતાના મકાનનો દસ્તાવેજ કરીને ઊંચા વ્યાજે 15 લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે કુલ મળીને 18 લાખ અત્યાર સુધીમાં ચૂકવી દેવામાં આવેલ છે છતાં પણ અવારનવાર યુવાને પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને તેને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને બળજબરીથી યુવાનની મિલકત પડાવી લેવામાં આવી છે જેથી યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની મેન બજારમાં આવેલ મોચી શેરીમાં રહેતા દુર્ગેશભાઈ મણીલાલ ચૌહાણ (41)ઇમરાન ફારુકભાઈ છબીબી રહે. વાંકાનેર, આરબ મોહંમદયુસુફ અબુબકર રહે. ચાવડી ચોક વાંકાનેર, મોહમદયુસુફની પત્ની તથા અજય ઉર્ફે લાલો રમેશભાઈ માણેક રહે. રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 30/6/2020 ના રોજ ફરિયાદીએ આરોપીઓ પાસે પોતાના મકાનનો દસ્તાવેજ કરીને ઊંચા વ્યાજે 15 લાખ રૂપિયા ઇમરાન છબીબી અને આરબ અબુબકર પાસેથી લીધા હતા જેનું અઢી ટકા લેખે વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું જેથી માસિક 37,500 વ્યાજ પેટે ચૂકવ્યા હતા અને અત્યાર સુધીમાં ફરિયાદીએ કુલ મળીને 18 લાખ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે તેમ છતાં પણ અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને વધુ રકમ મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરી હતી અને બળજબરીથી ફરિયાદીની મિલકત પડાવી લેવામાં આવી હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જુદાજુદા અકસ્માતના બનાવમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી પાસે આવેલ વિજયનગરમાં રહેતા પૂજાબેન દેવશીભાઈ ડાભી (27) નામના મહિલા સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ ઢોસા સામે બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા લીલાબેન હમીરભાઈ (27) નામના મહિલા લીલાપર રોડ ઉપર આવેલ જુના સ્મશાન પાસેથી બાઈકમાં બેસીને પસાર થતા હતા ત્યારે અકસ્માતના બનાવમાં ઇજા થવાથી તેને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. જોડિયા ગામે રહેતા દેવજીભાઈ ઉકાભાઇ અઘારીયા (41) નામનો યુવાન સનાળા રોડ ઉપર સીએનજીના પંપ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેને ઇજા થયેલ હતો. આવી જ રીતે હળવદના રાણેકપર ગામે રહેતા ચંદુલાલ દેવશીભાઈ ઉડેચા (71) નામના વૃદ્ધ રાજપર ગામે વાડી વિસ્તારમાં બાઈક ઉપર જતા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News