મોરબીના બગથળા ગામે ચેકડેમમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE









મોરબીના બગથળા ગામે ચેકડેમમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીના બગથળા ગામ પાસે આવેલ ફલકું નદીમાં આવેલ ચેકડેમમાં યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં સુરેશભાઈ રૂગનાથભાઈ રાંકજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અમરસીભાઈ ગોરધનભાઈ રાઠવા (34) નામનો યુવાન બગથળા ગામ પાસે આવેલ ફલકું નદીના ચેકડેમમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવનનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની કાન્તાબેન અમરસીભાઈ રાઠવા (36) રહે હાલ બગથળા વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
