મોરબીના બગથળા ગામે ચેકડેમમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પદે ભાવેશ પારેજીયાની સર્વાનુમતે વરણી
SHARE









મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પદે ભાવેશ પારેજીયાની સર્વાનુમતે વરણી
મોરબી "વિના સહકાર નહીં ઉધ્ધાર"સહકાર અને સહકારીતા થકી જ સૌ એકબીજાના વિકાસના પૂરક બની રહીએ છીએ ત્યારે મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીની તાજેતરમાં ચૂંટણી યોજાયેલ હતી આ ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય થયેલ હતો અને નવા કારોબારી સભ્યો ચૂંટાઈ આવતા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મંડળીની ખાસ સાધારણ સભા મળેલ હતી. આ સાધારણ સભાએ ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા નવનિયુક્ત પ્રતિનિધિઓને નિયમોનુસાર કારોબારી સભ્યો તરીકે બહાલી આપેલ હતી અને ત્યારબાદ મોડી સાંજે મંડળીના કાર્યાલય ખાતે મળેલ નવનિયુક્ત કારોબારી સભ્યોની બેઠકમાં મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પદે ભાવેશ પારેજીયા તેમજ ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્ર કાવઠિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. અને મંડળીને સમૃદ્ધિ અને વિકાસપથ પર લઈ જવા માટે સત્તત પ્રયત્નશીલ રહી પરીણામલક્ષી કામગીરી માટે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કોલ આપવામાં આવેલ છે.
