ટંકારાના પ્રભુનગર નજીક ગેરેજ ધરાવતા યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી
માળીયા (મી)ના અંજીયાસર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીની રેડ: 1400 લિટર આથો-400 લિટર દારૂ સહિત 1.15 લાખનો મુદામાલ કબ્જે
SHARE









માળીયા (મી)ના અંજીયાસર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીની રેડ: 1400 લિટર આથો-400 લિટર દારૂ સહિત 1.15 લાખનો મુદામાલ કબ્જે
માળીયા મીયાણા તાલુકાના અંજિયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લિટર આથો તથા તૈયાર 400 લીટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે 1,15,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોય માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે મહમદહનીફભાઈ ભટ્ટીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લીટર આથો તથા 400 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 1,15,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહમદહનીફભાઈ કાદરભાઈ ભટ્ટી રહે. દરબારગઢ પાછળ માળિયા મીયાણા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
