મોરબીમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય મનપાએ શોપિંગ સેન્ટર સીલ કર્યું
મોરબીની ન્યુ રેલવે કોલોનીના નાલા પાસે જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 6 ઝડપાયા
SHARE









મોરબીની ન્યુ રેલવે કોલોનીના નાલા પાસે જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 6 ઝડપાયા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ન્યુ રેલવે કોલોનીના નાલા પાસે મંદિરની સામેના ભાગમાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 5700 ની રોકડ કબ્જે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ ન્યુ રેલવે કોલોનીના નાલા પાસે મંદિરની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશનભાઇ રામજીભાઈ ગરીયા (22), છાયાબેન દિલીપભાઈ કુંઢીયા (30), લાભુબેન રમેશભાઈ ઇન્દરિયા (55), શેરબાનુ રફિકભાઈ પઠાણ (46), જસ્મીનબેન મોમીનખાન પઠાણ (34) અને હીનાબેન ભરતભાઈ સિંધવ (35) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વરલી જુગાર
મોરબીની લીલાપર ચોકડી પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે વરલીના આંકડા લેતા દિનેશભાઈ લખમણભાઇ રીણીયા (32) રહે. લીલાપર વાળો મળી આવેલ હતો જેથી પોલીસે 520 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
