મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા


SHARE



































માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા

માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ હોટલ સામેથી રીક્ષામાં બેસીને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં રિક્ષામાં બેઠેલ યુવાન રોડ ઉપર ફંગોળાઈ જતા તેના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી જતા તેને બંને પગ તથા માથાના પાછળના ભાગે ઇજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ટ્રક ચાલક તમે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળિયા તાલુકાના હંજિયાસર ગામે રહેતા નિજામભાઇ જુસબભાઇ મોવર (29)એ ટ્રક નંબર જીજે 32 વી 9993 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલ સામેથી તે રીક્ષા નંબર જીજે 27 યુ 4875 માં બેસીને પસાર થઈ રહયો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી રીક્ષાને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી રિક્ષામાંથી ફંગોળાઈ જતા રસ્તા ઉપર નીચે પટકાયો હતો અને ત્યારે તેના બંને પગ ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી જવાના કારણે ડાબા પગમાં ઢીંચણ અને પેનીના ભાગે તથા જમણા પગમાં સાથળના ભાગે અને ઢીંચણના ભાગે તેમજ માથામાં પાછળના ભાગમાં ગંભીર થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના જૂની પીપળી ગામ પાસે જેટકો ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બીપીન નારાયણ (28) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સિમોન સીરામીક કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અજયસિંહ કરણસિંહ ચૌહાણ (43) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના માથક ગામે રહેતા વિજયભાઈ જેસાભાઇ જેતપરા (38) નામનો યુવાન બાઇક લઈને ચૂંપણી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને માથામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News