વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની યુવતી કોઇને કંઇ કહ્યા વગર ગુમ થઇ જતા પોલીસે શોધખોળ શરૂ કરેલ છે. મોરબી બી ડીવીઝન પોલીસ મથક ખાતે જયંતિભાઇ રતિલાલ લોરીયા પટેલ (48) રહે. હાલ સોમનાથ પાર્ક રામધન આશ્રમ સામે મહેન્દ્રનગર મુળ રહે. ચકમપર (જવાપર) એ આવીને જાહેર કર્યુ હતું કે તા. 3-9ના સવારના નવેક વાગ્યાના અરસાથી તેઓની પુત્રી ધ્રુવીતાબેન જયંતિલાલ લોરીયા (ઉ.વ.ર1) ઘરે કોઇને કંઇપણ કહ્યા વગર કયાંક જતી રહેલ છે. ઘરમેળે શોધખોળ કરવા છતાં પતો લાગ્યો ન હોય હાલ બી ડીવીઝનના એ.એમ.ઝાપડીયા દ્વારા ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

યુવાનનું મોત
માટેલ રોડ ઉપર આવેલ લેસુરા સિરામીક નજીક રહી મજુરી કામ કરતા અરવિંદ જોગડીયાભાઇ ગુડીયા (ર8)  નામના યુવાનનું અકળ કારણોસર મોત થતા પીએમ માટે ડેડબોડી અત્રેની સિવિલે લાવવામાં આવ્યું હતું. જયારે જીકીયારી ગામે વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા પરિવારની મનિષાબેન શંકરભાઇ વસુનીયા (17) નામની  યુવતી કોઇ કારણસર દવા પી જતા સારવારમાં લાવવામાં આવી હતી.

આધેડ સારવારમાં
મોરબીના પાવડીયારી અને ચકમપર વચ્ચેથી બાઇક લઇને જતા સમયે વાહન સ્લીપ થઇ જતા કાંતિલાલ નથજુભાઇ કાલરીયા નામના 64 વર્ષના આધેડને ઇજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા. જયારે પીપળી ગામે બાઇક આડે ગાય ઉતરતા વાહન સ્લીપ થઇ જતા કુલદિપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (33)ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં લઇ જવાયા હતા. જયારે રફાળેશ્ર્વર ગામની પાસે એકટીવા અને છોટા હાથી અથડાતા વર્ષાબેન કાંતિભાઇ ચાવડા (4ર)ને ઇજા પામેલ હાલતમાં સારવારમાં લઇ જવાયા હતા.

પરણીતા સારવારમાં
મોરબી રોહિદાસપરામાં ઘરે પતિ-સસરા દ્વારા માર મારવામાં આવતા હિનાબેન હનિફભાઇ જેડા નામની રપ વર્ષની મહિલાને સારવારમાં સિવિલે લઇ જવાયા હતા બાઇકમાં બેસીને જતા સમયે બાઇક પાછળથી પડી જતા હવાબેન હનીફમિંયા સૈયદ (19) રહે. ફુલછાબ વિસીપરાને સારવારમાં ખસેડાઇ હતી. તેમજ રંગપર ગામે કાઠીયાવડ હોટલ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા હૈદર હાજીભાઇ માલાણી (4ર) રહે. કાંતિનગર માળીયા ફાટક પાસેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો છે




Latest News