શિક્ષક દિન નિમિતે સરકાર દ્વારા મળેલ પુરસ્કાર રકમ ગૌસેવામાં અર્પણ કરતા મોરબીના શિક્ષિકા
મોરબીના બાયપાસ ઉપર વાહન અકસ્માતમાં વૃદ્ધને ઇજા
SHARE







મોરબીના બાયપાસ ઉપર વાહન અકસ્માતમાં વૃદ્ધને ઇજા
મોરબીના બાયપાસ ઉપર આવેલ ધર્મલાભ સોસાયટી પાસે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો આ બનાવમાં છગનભાઈ વશરામભાઈ ગોધાણી (૯૧) રહે.ભરતનગર મોરબી ને ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની નીતિનપાર્ક સોસાયટી ખાતે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં જેરામભાઈ નારણભાઈ ભુવા નામના ૮૭ વર્ષના વૃદ્ધને ઇજા થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ સત્યમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દિપક નયનસિંગ નામના ૨૫ વર્ષના યુવાનને આઠ-દશ લોકો દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે લઈ જવાયો હતો.
દવા પી જતા સારવારમાં
મોરબીના તખ્તસિંહજી રોડ પાસે સમીર ઓટો નજીક અગમ્ય કારણસર ઉંદર મારવાની દવા પી જતા મહેબૂબભાઈ પઠાણ (૪૦) રહે.જેલ ચોક પાસે ને સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.તેમજ મોરબીના કાલિકા પ્લોટ સાયન્ટિફિક વાળી રોડ પાસે રહેતી સમીરાબેન બાદશાહભાઈ શાહમદાર નામની ૧૯ વર્ષની યુવતી તેના ઘરે વધુ પડતી ગોળિઓ ખાઈ ગઈ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.તેમજ હળવદ સોનીવાડ હનુમાન મંદિર પાસે અકળ કારણોસર ઉંદર મારવાની દવા પી જતા રમીલાબેન પરસોતમભાઈ મહેતા (૩૫) રહે.હળવદને સારવાર માટે અત્રે લાવવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ કરીને પોલીસ દ્વારા રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.
વાંકાનેર અકસ્માત
વાંકાનેરના હસનપર ગામે રહેતા ગૌરીબેન ગગજીભાઈ ડઢાણીયા નામના ૫૦ વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે ત્યાં મોર્ડન ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામતા સારવાર માટે અત્રે લાવવામાં આવ્યા હતા.જ્યારે કુવાડવા ગામથી હુળકો કવાટર જતા રસ્તે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ગંગાબેન અમરશીભાઈ પીપળીયા (૭૨) રહે.કુવાડવા ને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
કચ્છના ભચાઉ પાસે આવેલ યશાપર વાહા ગામે રહેતા શબ્બીર મહંમદભાઈ ત્રાયા નામના યુવાનને ગામમાં છએક લોકો દ્વારા છરી-લાકડી વડે માર મારવામાં આવતા તેને વધુ સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના સંધિવાસ નગર નાકા રોડ ખાતે રહેતા રંજનબેન રૂગનાથભાઈ મકવાણા નામના ૭૪ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે જીવાપર ગેઇટ નજીક બાઇક સ્લીપ થતા ઇજા પામતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.તે રીતે જ જડેશ્વર નજીક અચાનક બાઇકની આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થવાથી અરબાઝ ફિરોજભાઈ ખલીફા (૧૧) રહે.પંચાસર તા વાંકાનેર નામના બાળકને ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
ટંકારા મારામારી
ટંકારા તાલુકાના ઘુનડા ગામે વાડી વિસ્તારમાં ઝઘડો થયો હતો અને માલિક સાથે થયેલા ઝઘડા અને મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા મધુભાઈ પ્રતાપભાઈ માખોળ (૧૭) તથા સરદારભાઈ પ્રતાપભાઈ માખોળ (૨૦) નામના બે યુવાનોને અત્રે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામના છગનભાઈ ખીમાભાઈ (૬૫) નામના વૃદ્ધ વાડીએથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા ઈજા પામેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા
