મોરબીના અલરજા ગ્રપ દ્વારા ઇદની ઉજવણી નિમિતે રેન બસેરા ખાતે કેક કટીંગ કરીનો નાસ્તાનું વિતરણ કરાયુ
SHARE







ઇસ્લામના મૂળ માનવતાના ધર્મને સિદ્ધ કરતું અલરઝા ગ્રુપ
આજરોજ જ્યારે આખા વિશ્વમાં ઈસ્લામના પેગંબર મોહમ્મદ સાહેબના ૧૫૦૦ માં વર્ષની જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીના અલરજા ગ્રુપ દ્વારા માનવતા મહેકાવતા ઈદે મિલાદની ઉજવણી મોરબી મહાનગરપાલિકાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રેન બસેરા ખાતે રહેતા મહિલાઓ, વૃદ્ધો, તથા અનાથ બાળકો સાથે કેક કાપી અને નાસ્તો કરાવી ખુશીઓ વહેંચવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેરના કેટલાય જાણીતા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. તથા માનવ સેવા એજ પ્રભુ સેવાના આગેવાનો પરેશભાઈ, અસ્મિતાબેન, ખીમજીભાઇ તથા રેન બસેરાના અન્ય કર્મચારીઓ તથા કાર્યકર્તાઓ સૌએ સંદેશ આપ્યો કે ઈદે મિલાદ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો વહેંચવાનો દિવસ છે. આ કાર્યક્રમના અંતે સૌએ દુઆ કરી કે દેશ-સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો સદાય કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી.
