મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં છેલ્લી 26 કલાકમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ, મહાકાય મચ્છુ બેડમ 70% જ ભરાયો હોય ચિંતાના વાદળો ઘેરે તેવા સંકેત


SHARE











મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 26 કલાકથી વરસાદી માહોલ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે અને મોરબી જિલ્લામાં 2 થી લઈને 5 જેટલો વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે જોકે જિલ્લામાં 10 પૈકીના 2 જ ડેમ હજુ સુધી સો ટકા ભરાય છે મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ હજી 70 ટકા સુધી જ ભરાયો હોવાના કારણે લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીના પ્રશ્નો આગામી વર્ષમાં ઊભા થાય તો નવાઈ નથી.

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન છૂટક છૂટક વરસાદ થયો હોવાના કારણે આજની તારીખે પણ લોકોને હૈયે ટાઢક થાય તેવો વરસાદ પડ્યો નથી તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી દરમિયાન ગઈકાલે સવારે  6 થી આજે સવારના 8 સુધીમાં એટલે કે, છેલ્લી 26 કલાકથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ   છે અને જુદા જુદા વિસ્તારોની અંદર પાંચેય તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હાલમાં જિલ્લાના કંટ્રોલરૂમ પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લી 26 કલાકમાં મોરબી તાલુકામાં 5, માળિયા તાલુકામાં 3.15, ટંકારા તાલુકામાં 3.50, હળવદ તાલુકામાં 2.50 અને વાંકાનેર તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે જોકે સમયાંતરે હળવા ભારે વરસાદી ઝાપટા આવ્યા હોવાના કારણે કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ભરાવાના કે બીજા કોઈ પ્રશ્નો ઊભા થયા નથી અને કોઈ નુકસાનીના પણ સમાચાર સામે આવી રહ્યા નથી.

જોકે ચાલુ વર્ષે લગભગ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે મોરબી જિલ્લામાં 10 પૈકીના માત્ર 2 જ ડેમ 100 ટકા ભરાયા છે અને ખાસ કરીને મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ હજુ માત્ર 70 ટકા ભરાયો છે જેથી કરીને આગામી વર્ષ દરમિયાન લોકોને પીવાના પાણીની તથા ખેડૂતોને સિંચાઈના પાણી માટે ની હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી મળતી આંકડાકીય વિગત પ્રમાણે મોરબી જિલ્લાના 10 ડેમ પૈકી મચ્છુ 1 અને ઘોડોધ્રોઈ ડેમ 100 ટકા ભરાઇ ગયા છે પરંતુ મોરબી અને માળિયા માટે આશીર્વાદ મચ્છુ 2 ડેમ હજુ 70 ટકા જ ભરાયો છે આ ઉપરાંત ડેમી 1- 44.88, ડેમી 2- 80.97, બંગાવડી - 31.47, બ્રાહ્મણી - 97.89, બ્રાહ્મણી - 2 57.32, મચ્છુ - 3 85.11 અને ડેમી-3 3.08 ટકા ભરાયા છે






Latest News