વાંકાનેરમાં પત્ની રિસામણે જતી રહેતા યુવાને કર્યો આપઘાત, મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ કર્યો આપઘાત
SHARE







વાંકાનેરમાં પત્ની રિસામણે જતી રહેતા યુવાને કર્યો આપઘાત, મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ કર્યો આપઘાત
વાંકાનેરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરકંકાશ રહેતો હોય અને તેની પત્ની રિસામણે જતી રહેતી હોવાને કારણે યુવાનને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીની મોટી માધાણી શેરીમાં રહેતી યુવતીની સગાઈ તૂટી જવાના કારણે તેને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધો હતો.
વાંકાનેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (35) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક જગદીશભાઈના પત્ની ભાવુબેન સાથે મનમેળ ન હોય ઘર કંકાસ થતો હતો અને અવારનવાર ભાવુબેન રિસામણે જતા રહેતા હતા જેથી કરીને જગદીશભાઈને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
મોરબીમાં નાની બજાર પાસે આવેલ મોટી માધાણી શેરીમાં રહેતા અભિજીતભાઈ સનતભાઈ ભટ્ટની 22 વર્ષની દીકરી રિયાબેને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીની સગાઈ તૂટી જવાના કારણે તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે
