વાંકાનેરમાં પત્ની રિસામણે જતી રહેતા યુવાને કર્યો આપઘાત, મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ કર્યો આપઘાત
વાંકાનેરમાં ચંદ્રપુર પાસે સ્કૂટર સ્લીપ થતા કપાળમાં ઇજા પામેલ યુવાનનું મોત
SHARE







વાંકાનેરમાં ચંદ્રપુર પાસે સ્કૂટર સ્લીપ થતા કપાળમાં ઇજા પામેલ યુવાનનું મોત
વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ કોમ્પલેક્ષ નજીક સ્કૂટર લઈને ગયેલ યુવાનનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટેની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર નજીક લિંબાળાની ધાર વિસ્તારમાં રહેતા અહેમદશા જહાંગીરશા રાઠોડ (21) નામનો યુવાન સ્કૂટર નંબર જીજે 9 સીયુ 6587 લઈને વાંકાનેર થી લીંબાળાની ધાર બાજુ જતો હતો ત્યારે ચંદ્રપુર નજીક આવેલ અંજની પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે તેનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
